: 0281 - 2465523
19 Jan, 2024
એ. એમ. પી. સરકારી લો કોલેજ
તા. ૧૯ અને ૨૦/૦૧/૨૦૨૪ નાં રોજ એ. એમ. પી. સરકારી લો કોલેજ, રાજકોટ દ્વારા આંતર કલાસ મૂટકોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સપ્તધારા પ્રકલ્પ હેઠળ આયોજન કરવામાં આવેલ. કુલ ૮ ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. મૂટકોર્ટ સ્પર્ધાનાં ફાઇનલ રાઉન્ડમાં એડીશનલ ડીસ્ટ્રીક જજ શ્રી જે. ડી. સુથાર, શ્રી એચ. એચ, વર્મા, અને શ્રી એન. એચ. નંદાણીયા, સેક્રેટરી DLSA, રાજકોટ હાજર રહ્યા હતા. સ્પર્ધાનાં પ્રથમ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે ડૉ. રમીઝ સિંધી, સરકારી વકીલ અને શ્રી પ્રશાંત પટેલ, એ.જી.પી. હાજર રહેલ. વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ પ્રશંસનીય પ્રદર્શન કરેલ તેમજ માનનીય જજીસ દ્વારા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા