: amplawcollege@gmail.com

: 0281 - 2465523

એન.એસ.એસ કેમ્પનું આયોજન

19 Feb, 2024

હડમતિયા ગામ

એ.એમ.પી સરકારી લૉ કોલેજ દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૫/૦૨/૨૦૨૪ દરમ્યાન એન.એસ.એસ કેમ્પનું હડમતિયા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું. એન.એસ.એસ કેમ્પનો ઉદ્ઘાટન સમારંભ તા.૨૦/૦૨/૨૦૨૪ નાં રોજ રાખવામાં આવેલ જેમાં ડૉ.કમલેશભાઈ જોશીપુરા, સભ્ય, પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય નવી દિલ્હી અને પૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી અને અતિથિ વિશેષ તરીકે ડૉ. શિવ કે. ત્રિપાઠી, કુલપતિ આત્મીય યુનિવર્સિટી, રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. તલાટી-મંત્રી શ્રી હેમાલી યાજ્ઞિક તેમજ હડમતિયા ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ. પ્રાસંગિક ઉદ્દબોધન અને મહેમાનોનો પરિચય એ.એમ.પી સરકારી લૉ કોલેજના આચાર્યશ્રી ડૉ. મીનલબેન રાવલ દ્વારા કરવામાં આવ્યો. ડૉ. શિવ કે. ત્રિપાઠી દ્વારા એન.એસ.એસનું મહત્વ અને વિદ્યાર્થીઓને સામુદાયિક સેવા કરવા બાબતે પ્રોત્સાહન કરેલ. વધુમાં એન.એસ.એસ ગાનનાં શબ્દોનું મહત્વ પણ સમજાવ્યું હતું. અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલ આદરણીય ડૉ.કમલેશભાઈ જોશીપુરા દ્વારા ભારતવર્ષના ગ્રામ્ય વિસ્તારનાં વિકાસમાં રાષ્ટ્રીય સેવા યોજનાનું અમલીકરણ અને જરૂરિયાત વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પ્રા.રવિ રાઠવા, એન.એસ.એસ કેમ્પના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કેમ્પ અંતર્ગત થનારી વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી અને કાર્યક્રમનાં અંતમાં આભાર વિધિ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.નીરજ મણીયાર દ્વારા કરવામાં આવેલ. એન.એસ.એસ કેમ્પને સફળ બનાવવા કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવેલ. સાચા અર્થમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક કાર્ય કરીને NSS કેમ્પને સફળ બનાવેલ.

Event Gallery