: amplawcollege@gmail.com

: 0281 - 2465523

વિશ્વ યોગ દિવસની ઉજવણી

21 Jun, 2025

A.M.P. Government Law College, Rajkot

તા. ૨૧મી જુન, ૨૦૨૫ના રોજ વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી એ.એમ.પી. સરકારી લો કોલેજના પટાંગણમાં કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત આચાર્યશ્રી દ્વારા ભારત દેશની વિશ્વને અપાયેલી આ(યોગ) અદ્ભુત ભેટની વિશેષતાઓ જણાવી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ જુદા-જુદા યોગાસનો તથા પ્રાણાયામ કરવામાં આવ્યા હતા તેમજ કોલેજ સ્ટાફે પણ આ ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. યોગ નિદર્શન પુરું થયા પછી કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી અને વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ઉત્સાહભેર તથા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.

Event Gallery