: amplawcollege@gmail.com

: 0281 - 2465523

: +91 94272 88940

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), લીડ બેંક, રાજકોટ દ્વારા Financial Literacy & Cyber Awareness Camp

06 Jul, 2026

AMP Law College, Rajkot

કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સેલર શ્રી સંજય જે. મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ બેંકિંગનો સુરક્ષિત ઉપયોગ, UPI અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન રાખવાની સાવચેતીઓ, ફિશિંગ, ફેક લિંક્સ, OTP ફ્રોડ, KYC અપડેટના નામે થતા સાયબર ગુનાઓ, ઓળખ ચોરી (Identity Theft) તથા વિવિધ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સાયબર ગુનાનો ભોગ બનવાની સ્થિતિમાં તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન તથા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતગાર કર્યા હતા. ઉપરાંત જવાબદાર નાણાકીય વ્યવહાર, બચતનું મહત્વ અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારો અંગે ઉપયોગી માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે તજજ્ઞ સાથે સંવાદ સાધ્યો હતો. સમગ્ર સત્ર માહિતીપ્રદ, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના આચાર્યશ્રીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લીડ બેંક, રાજકોટ તથા શ્રી સંજય જે. મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલ ઉપયોગી માર્ગદર્શન ભવિષ્યમાં સુરક્ષિત ડિજિટલ જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Event Gallery